ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ની ક્લાસ 1 અને ક્લાસ 2ની આવતીકાલે પ્રિલીમ પરીક્ષા યોજાવા જઈ રહી છે. ગુજરાતના ૩૨ જિલ્લાના 835 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.જેમાં 2.20 લાખ જેટલા ઉમેવારો નોધાયા છે.દરેક કેન્દ્રમાં દરેક બ્લોકમાં 24 ઉમેદવારોને બેસાડવામા આવશે તેમજ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામા આવી છે.
રાજ્યમાં એક તરફ કોરોનાની મહામારીના કારણે 8મહાનગરોમાં શાળા કોલેજો અને ટ્યુશન ક્લાસ 10 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલે ગુજરાત વહિવટી સેવા વર્ગ-1 , ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 તથા નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ -2ની પ્રિલિમ લેખિત પરીક્ષા યોજવામાં આવશે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢ સહિતના આઠેય મહાનગરોમાં આ પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ત્યારે રાજ્યમાં પણ કોરોનાએ તેજ રફતાર પકડી છે એવામાં વિદ્યાર્થીઓ દ્રારા પરીક્ષા રદ કરવામાં આવે તેવું પણ જણાવાઈ રહ્યું છે. પરંતુ સરકારમાં વર્ગ 1-2ની મહત્વની જગ્યાઓ પર સમયસર ભરતી કરવાની હોવાથી આવતીકાલે પરીક્ષા યોજવામાં આવશે.