Monday, January 12, 2026
Homeરાજ્યગુજરાતGPSC ના ચેરમેન દિનેશ દાસા નિવૃત થયા, વિડીઓ શેર કરી વિદ્યાર્થીઓને કહી...

GPSC ના ચેરમેન દિનેશ દાસા નિવૃત થયા, વિડીઓ શેર કરી વિદ્યાર્થીઓને કહી આ વાત

GPSCના ચેરમેન દિનેશ દાસાની 31 જાન્યુઆરીના રોજ ચેરમેન તરીકેની મુદ્દત પૂર્ણ થઇ છે.  જીપીએસસીના ચેરમેન તરીકે પોલિટીકલ નિમણૂક થશે કે, અધિકારી નિમાશે તેના પર સૌ કોઈની નજર છે.  ચેરમેન તરીકેના 6 વર્ષના કાર્યકાળમાં તેઓએ કુલ 24,382 જગ્યાઓ પર ભરતી માટે 827 જાહેરાતો પર ભરતી અંગેની કામગીરી કરી છે. છ વર્ષ પહેલા 41 વર્ષની ઉંમરે GPSCના ચેરમેન બનનાર દિનેશ દાસા જાહેર સેવા આયોગમાં પદ મેળવનાર દેશના સૌથી નાની ઉંમરના ચેરમેન હતા. ગઈકાલથી જ ટ્વીટર સહીત સોશિયલ મીડિયામાં દિનેશ દાસા ટ્રેન્ડ થઇ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે પણ તેઓ પ્રેરણા રૂપ છે. ત્યારે દિનેશ દાસાએ પોતાના ટ્વીટર પર પદ નિવૃત્તિનો એક વિડીઓ શેર કર્યો છે.

- Advertisement -

 

- Advertisement -

વિડીઓના કેપ્શનમાં તેઓએ લખ્યું છે કે GPSCના મારા સાથીઓ, ઇશ્વરનો પ્રેમ ખીલ્યો ગુલાબમાં, તમારો સ્નેહ આ પાંદડીઓમાં. ભીંજવી ગયો મારા ભીતરને, રેલાઈ રહ્યો છે આ સ્મિતમાં. આજીવન ઋણ સ્વીકાર, આ અવિસ્મરણીય પળની યાદમાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular