ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલ તા.20 ફેબ્રુઆરી અને તા.21 ફેબ્રુઆરીના રોજ બે દીવસ સુધી જામનગરની મુલાકાતે છે.
રાજ્યપાલ તા.20 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાકે જામનગર એરપોર્ટ ખાતે આવશે. ત્યાંથી તેઓ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત સખી મંડળો, શિક્ષકો અને યોગ શિક્ષકો સાથેના પ્રાકૃતિક કૃષિ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ INS વાલસુરા જવા રવાના થશે. તા.21 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યે રાજ્યપાલ INS વાલસુરામાં આયોજિત અગ્નિવીર પાસીંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ ગાંધીનગર જવા રવાના થશે.