Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયસસ્તા ભાવે ટમેટાં વેચશે સરકાર

સસ્તા ભાવે ટમેટાં વેચશે સરકાર

- Advertisement -

દેશના કેટલાક ભાગોમાં એક કીલો ટામેટાનો ભાવ 200 રૂપિયાને પાર થઇ ગયો છે ત્યારે કેન્દ્ર સરકારે દિલ્હી સહિત દેશના કેટલાક શહેરોના રીટેલ બજારમાં સસ્તા દરે ટામેટા વેચવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -

આ નિર્ણયની જાહેરાત કરતા ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) અને નેશનલ કોઓપરેટિવ ક્ધઝયુમર્સ ફેડરેશન (એનસીસીએફ) શુક્રવારથી સસ્તા દરે ટામેટાનું વેચાણ કરશે.

સસ્તા દરે ટામેટાનું વેચાણ દિલ્હી-એનસીઆર (નેશનલ કેપિટલ રિજિયન), ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવશે. ગ્રાહક બાબતોના સચિવ રોહિતકુમાર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે પટણા, વારણસી, કાનપુર અને કોલકાતામાં પણ સસ્તા દરે ટામેટાનું વેચાણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે જે તે વિસ્તારમાં ચાલતા ભાવ કરતા નોંધપાત્ર ઓછા ભાવે ટામેટાનું વેચાણ કરવામાં આવશે. જે તે વિસ્તારમાં ચાલતા ભાવથી 30 ટકા ઓછા ભાવે ટામેટાનું વેચાણ કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ લોકોને રાહત આપવાનો છે.નાફેડ અને એનસીસીએફ બંને કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ટામેટાની ખરીદી કરશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા એક મહિનામાં ટામેટાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સિંહે જણાવ્યું હતું કે અમે પ્રથમ વખત ટામેટા ખરીદી તેનું રીટેલ બજારમાં વેચાણ કરીશુ. અમે અગાઉ આ રીતે ડુંગળીનું વેચાણ કર્યુ હતું. આ અમારા માટે એક પડકારજનક કાર્ય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular