Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરરણજીતસાગર ડેમના પટ્ટમાં સરકારી જગ્યા પર ઉભી કરાયેલ દરગાહ દૂર કરવા માગ

રણજીતસાગર ડેમના પટ્ટમાં સરકારી જગ્યા પર ઉભી કરાયેલ દરગાહ દૂર કરવા માગ

અવૈધ કબજા હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

જામનગરમાં રણજીતસાગર ડેમના પટ્ટમાં સરકારી જગ્યા ઉપર લેન્ડ ગ્રેબિંગના આશ્રયથી ઉભી કરવામાં આવેલ અવૈધ મઝાર/દરગાહ દૂર કરવાની માગણી સાથે અવૈધ કબજા હટાવો સંઘર્ષ સમિતિના સોલંકી યુવરાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ જવાબદારો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા માગણી કરવામાં આવી છે. જો આ કાર્યવાહી 15 ઓગસ્ટ સુધીમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર શક્તિ પ્રદર્શનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં આવેલા હર્ષદપુર અને નવામોખાણા ગામની વચ્ચે રણજીતસાગર ડેમના પટ્ટમાં સરકારી જગ્યા પર કોઇ અસામાજિક તત્વો જળાશયની સરકારી જગ્યા પર લેન્ડગ્રેબીંગના ઇરાદા સાથે અવૈધ મઝાર/દરગાહનું બાંધકામ કરી પંજુપીર દરગાહ શહીફ તરીકે નામ આપી ગુનાહીત પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનું જણાઇ રહ્યું હોય તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.

ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 105 હેઠળ કરેલી જોગવાઇઓ અનુસર જળાશય પર કોઇપણ પ્રકારનું ખાનગી બાંધકામ કરી શકાય નહીં તેમ છતાં પણ ભૂ-માફિયાઓ દ્વારા ઉપરોક્ત જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે અને જળાશયની અંદાજીત કુલ 10 થી 15 હજાર ચોરસ ફૂટથી વધુની જગ્યા પર બાંધકામ કરાયું છે.

- Advertisement -

આવા બાંધકામ અંગે સુપ્રિમકોર્ટ દ્વારા પણ ઓર્ડર કરવામાં આવ્યો છે કે, જળાશય પર કોઇપણ પ્રકારનું ખાનગી બાંધકામ કરવામાં આવ્યુ હોય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવું જેને લઇ ગુજરાત રાજ્ય વિકાસ કમિશનર દ્વારા પણ તમામ જિલ્લાના અધિકારીઓને સૂચના અપાઇ છે. આથી લેન્ડ ગ્રેબીંગના આશ્રયથી બાંધવામાં આવેલી ગેરકાયદેસર દરગાહ દૂર કરી દરગાહનું બાંધકામ કરનાર સામે કાયદેસરના પગલા લેવા માગણી કરાઇ છે. જો તા. 15-8-2022સુધીમાં આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર શક્તિ પ્રદર્શનની ચિમકી ઉચ્ચારાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular