જામનગર મહાનગર પાલિકા દ્વારા આજરોજ ફાયર એનઓસી ન હોવાને કારણે સરકારી શાળાને સીલ કરાતા શાળા સંચાલકોમાં હડકંપ મચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ફાયર એનઓસીને લઇ જામ્યુકોનું તંત્ર રહી રહીને જાગ્યું છે.
જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખા, સિકયોરિટી શાખા તથા ટેકસ શાખાના સાથે રાખી જામનગરમાં ટાઉનહોલ નજીક આવેલ વિભાજી શાળાને ફાયર એનઓસી ન હોવાને કારણે સીલ કરવામાં આવી છે.