દરેક ચીજમાં સરકારની દખલગીરી સમાધાનને બદલે સમસ્યામાં વધારો કરે છે.આથી સેલ્ફ રેગ્યુલેશનને મહત્વ આપવામાં આવ્યું છે. દેશનું બજેટ માત્ર સરકારી પ્રક્રિયા બની રહેવી જોઇએ નહીં. પરંતુ તમામ સ્ટેક હોલ્ડરનું યોગદાન તેમાં હોવું જોઇએ. અમારી સરકારે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રકારના પ્રયાસો કર્યા છે. મોદીએ પ્રોડકશન લિંકડ ઇન્સેન્ટિવ્સથી સંબંધિત વેબિનારને સંબોધન કરતાં આ અંગે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં નીતિ આયોગના સભ્યોએ પણ ભાગ લીધો હતો.
મોદીએ કહ્યું હતુ કે,આ વર્ષે અમારોહેતુ 6,000થી વધુ કેન્દ્ર અને રાજય કક્ષામાં અનુપાલન ઘટાડવાનો છ. અમે આ બજેટમાં પી.એલ.આઇ. સ્કીમ સંબંધિત યોજનાઓ માટે લગભગ રૂા.2 લાખ કરોડની જોગવાઇ કરી છે. સરેરાશ 5% ઉત્પાદન તરીકે આપવામાં આવે છે. ફકત પી.એલ.આઇ. યોજના દ્વારા પાંચ વર્ષમાં ભારતમાં ફકત 520 અબજ ડોલરનું ઉત્પાદન થવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે, વધતા ઉત્પાદન પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે, જેથી આગામી ત્રણ-ચાર વર્ષમાં મોટા પાયે અસર જોવામળશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દુનિયાભરની મેન્યુફેકચરિંગ કંપનીઓએ ભારતને પોતાનો આધાર બનાવવો જોઇએ. આ સાથે આપણી નાની કંપનીઓનું વિસ્તરણ થવુ જોઇએ. આપણે તે પ્રમાણે કામ કરવું જોઇએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંયુકત રાષ્ટ્રએ2023ને આંતરરાષ્ટ્રીય આધાર વર્ષ તરીકે માન્યતા આપી છે, જેનો પ્રસ્તાવ ભારતે મૂકયો હતો.
વિશ્ર્વના 70થી વધુ દેશોએ આ દરખાસ્તને સમર્થન આપ્યું છે.તે ભારતના ખેડુતો માટે સન્માનની વાત છે. જેમ આપણે વિશ્ર્વમાં યોગને પ્રસારિત કર્યોછે. તેવી જ રીતે સાથે મળીને આપણે મુખ્ય અનાજની મદદથી સમગ્ર વિશ્ર્વમાં પહોંચી શકીએ છીએ.
ભારતમાંથી જે વિમાન વેકસિનના લાખો ડોઝ લઇ વિશ્ર્વભરમાં જઇ રહ્યા છે. તે પરત ખાલી આવી રહ્યા નથી.તે પોતાની સાતે ભારત પ્રત્યે વિશ્ર્વનો વિશ્ર્વાસ, આત્મીયતા, સ્નેહ, આશીર્વાદ અને ભાવનાત્મક લગાવ લઇ આવી રહ્યા છે, ત્યાં ભારત પ્રત્યે વિશ્ર્વાસ વધી રહ્યો છે. જે આગામી સમયમાં દેશ માટે વિશાળ તક બનશે.
સરકારની દખલગીરી સમસ્યાઓ વધારે છે, સેલ્ફ રેગ્યુલેશનને મહત્વ આપો: PM
બજેટને માત્ર સરકારી પ્રક્રિયા ન બનવા દો: પ્રધાનમંત્રી