મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવખત ભૂકંપ આવ્યો છે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સંયુકત મહાવિકાસ અઘાડી સરકાર પર ખતરો ઉભો થયો છે. શિવસેનાના 20થી વધુ નારાજ ધારાસભ્યો સુરત નજીકની એક હોટલમાં એકત્ર થતાં મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા-જૂનીનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઉભી થયેલી રાજકીય કટોકટીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે આજે બપોરે ધારાસભ્યોની એક તાકિદની બેઠક બોલાવી છે. દરમ્યાન મહારાષ્ટ્ર સરકારમાં ભાંગફોડ કરવા માટે શિવસેના નેતા સંજય રાઉતે સમગ્ર પ્રકરણ પાછળ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.
મહારાષ્ટ્ર રાજ્ય સરકારના મંત્રી એકનાથ શિંદે સાથે વીસેક જેટલા ધારાસભ્યો ગઈકાલ રાતથી સંપર્ક વિહોણા થયા હતા તે સુરત રોકાયા હોવાની વાત થી ગુજરાતના રાજકારણ ગરમાયું છે. ગઈકાલ રાતથી ગાયબ થયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ધારાસભ્યો સુરત મગદલ્લાની એક હોટલમાં રોકાયા હોવાનું બહાર આવ્યું છે. આગામી દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણ માટે સુરત અને ગુજરાત એપી સેન્ટર બની શકે છે.
મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર સામે સંકટના વાદળ ઘેરાયા છે શિવસેનાથી નારાજ મંત્રી એકનાથ સિંદે ગઈકાલ રાથી સંપર્ક વિહોણા થયા ંહતા. એકનાથ સિંદે સાથે શિવસેનાના 20 જેટલા ધારાસભ્યો પણ સંપર્ક વિહોણા થયાં હોવાની ચર્ચા શરૃ થઈ હતી. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું હતું.
પાર્ટીના મોટા નેતા એકનાથ શિંદે ગઈકાલે (20 જૂન) સાંજથી સંપર્કમાં નથી. મહારાષ્ટ્રમાં સોમવારે યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાના 11 મત તૂટી ગયા હતા અને ભાજપના ઉમેદવાર પ્રસાદ લાડનો વિજય થયો હતો.
ત્યારથી એકનાથ શિંદે અને તેમના સમર્થકો સંપર્ક વિહોણા છે. હાલમાં વિશ્ર્વસનિય સૂત્રો પાસેથી એકનાથ શિંદે 11થી 13 ધારાસભ્યો સાથે સુરતમાં હોવાની વાત મળી રહીં છે. 13 ધારાસભ્યો બળવો કરે તો પણ સરકાર પડે એવી સ્થિતીમાં નથી સરકાર માટે 145 ધારાસભ્ય જોઈએ જ્યારે મહાવિકાસ અઘાડી પાસે 169 ધારાસભ્યો છે.