રાજકોટની સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં ગઈકાલના રોજ દર્દીઓને ઇન્જેક્શન આપ્યા બાદ એક 3 વર્ષના બાળક સહીત 30દર્દીઓને ઈન્જેકશનનું રીએક્શન આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા સર્જરી વિભાગમાં ગઈકાલે સવારે દર્દીઓને દવા અને ઇન્જેક્શન અપાયા બાદ એકાએક રીએક્શન આવી જતા દોડધામ મચી જવા પામી હતી.
રાજકોટની સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં સર્જરી કરાવી હોય અને સર્જરી કરાવવાની બાકી હોય તેવા દર્દીઓનેને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે સ્ટાફ દ્રારા આ દર્દીઓને દવાઓ અને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જે પૈકી 30 જેટલા દર્દીઓને 15 મિનીટની અંદર જ તાવ-ઠંડી આવવા લાગી હતી જે પૈકી 3 વર્ષના બાળકને ઇન્જેક્શન આપ્યા બાદ આંચકી ઉપડી હતી.
આ મામલે ભારે હોબાળો મચતા સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષકને જાણ કરવામાં આવી હતી તાકીદે એક નિષ્ણાંતોની એક ટીમ સર્જરી વોર્ડમાં પહોંચી હતી અને દવાનાં રિએશનની સામે આપવામાં આવતી એન્ડીડોપ દર્દીઓને આપવામાં આવી હતી અને સવારે જે જથ્થામાં દવાઓ અને ઈન્જેકશનો અપાયા હતા તે સીલ કરી દેવામાં આવ્યો હતો. રાજકોટ સિવલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષકે દવાનું રિએકશન આવ્યુ હોવાનો સ્વીકાર કરી જણાવ્યું હતું કે આ મામલે એડવર્ડ રિએકશન ડ્રગ્સ કમિટિને તપાસ સોંપવામાં આવી છે. અત્યારે તમામ દર્દીઓની તબિયતમાં સુધાર આવ્યો છે.


