Wednesday, January 8, 2025
Homeરાજ્યગુજરાતસરકાર ખેડૂતને 45000 સબસિડી આપે, જીએસટીના રૂા.45,000 વસુલ કરી લ્યે !

સરકાર ખેડૂતને 45000 સબસિડી આપે, જીએસટીના રૂા.45,000 વસુલ કરી લ્યે !

- Advertisement -

સરકાર 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ તોતીંગ ટેક્સના કારણે આ શક્ય નથી. આ અંગે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ જણાવ્યું હતું કે, સરકાર ટ્રેકટરની ખરીદીમાં 45,000ની સબસીડી આપે છે અને જીએસટી 45,000 થાય છે! તો સબસીડી ગઇ ક્યાં? આમાં ખેડૂતોને કોઇ ફાયદો થતો નથી. આવું જ ગ્રીન હાઉસ, નેટ હાઉસમાં થાય છે.

- Advertisement -

સરકાર સબસીડી આપે તે રકમ ઓજારો ખરીદીના જીએસટીમાં જતી રહે છે. ખેડૂતોને ગોડાઉન બનાવવા 30,000ની સબસીડી મળે છે પરંતુ રેતી, સિમેન્ટના બિલમાં જીએસટીમાં તે રકમ જતી રહે છે. પરિણામે ખેડૂતોને તો કોઇ ફાયદો થતો નથી! ત્યારે સરકાર એવો સુધારો લાવવો જોઇએ કે, જ્યાં સબસીડી હોય ત્યાં જીએસટી લગાવવો ન જોઇએ.

સરકાર એમ કહે છે કે, ટેક્સ તો વેપારી ભરે છે, ખેડૂત ક્યાં ભરે છે? પરંતુ વેપારી શું ખોટ કરવાનો ? તે તો ટેક્સની રકમ ખેતીના માલ પર લગાવી જ દેવાનો છે. જો, સરકારે 2022માં ખેડૂતોની આવક ખરેખર ડબલ કરવી હોય તો ખેડૂતોને ટેક્સ ફ્રિ ડિઝલ આપવું જોઇએ. ત્યારે આગામી બજેટમાં આ મુદ્દાને પણ ધ્યાને લેવા હર્ષદ રિબડીયાએ રજૂઆત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular