દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂકયા છે. ત્યારે રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ દિવાળીની રજાઓ સળંગ માણી શકે તે માટે સરકારે તા.25/10ને મંગળવારની પણ રજા જાહેર કરી દીધી છે.
આમ હવે સરકારી કર્મચારીઓને પાંચ દિવસની સળંગ રજા માણવા મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે આજ તા.22ના રોજ ચોથો શનિવાર તથા આવતીકાલે રવિવારની રજા છે અને હવે તા.24મીએ દિવાળી તથા તા.25/10ના રોજ મંગળવારની રજા ડિકલેર કરી દેવાઈ છે. જયારે તા.26ને બુધવારે નૂતન વર્ષની રજા છે જ. આમ હવે સરકારી કર્મચારીઓને આજથી પાંચ દિવસનું મિની વેકેશન મળી ગયું છે.
દરમ્યાન ગઈકાલે રાજયનાં સામાન્ય વહિવટી વિભાગે જારી કરેલા પરિપત્રમાં જણાવાયુ છે કે, કેલેન્ડર વર્ષ 2022 મુજબ તા.24/10ને સોમવારના રોજ દિવાળીની રજા, તા.26/10 બુધવારના રોજ નૂતન વર્ષ દિનની રજા જાહેર કરી હતી. જયારે તા.25/10ને મંગળવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ હતી.પરંતુ દિવાળી પર્વમાં સરકારી અધિકારીઓ/ કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા.25/10ને મંગળવારના રોજ પણ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ/ કોર્પોરેશન સહિત) બંધ રહેશે. તેના બદલામાં તા.12/11ના રોજ બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.