Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરેલવેલાઇન-ગેસલાઇન અંગે સરકાર સ્પષ્ટ જણાવે : HC

રેલવેલાઇન-ગેસલાઇન અંગે સરકાર સ્પષ્ટ જણાવે : HC

રેલવેનું વીજળીકરણ-ઓઇલ પાઇપલાઇન વગેરે મુદ્દા પણ ગીર અભ્યારણ્ય-ઇકો સેન્સિટીવ ઝોન માટે ગંભીર બન્યા

- Advertisement -


- Advertisement -

ગુજરાતની વડી અદાલતે મંગળવારે સરકારને કહ્યું: ઇકો સેન્સિટીવ ઝોન-ગીર અભ્યારણમાં ઓઇલ-ગેસની પાઇપલાઇન, રેલવે લાઇન, ગેજ ક્ધવર્ઝન, રેલવેલાઇનનું વીજળીકરણ વગેરે બાબતોમાં સરકારનું વલણ સ્પષ્ટ કરો.
વડી અદાલતમાં સુઓમોટું પીઆઇએલ(જાહેર હિતની અરજી) દાખલ થઇ છે જેની સુનાવણી દરમ્યાન અદાલતે સરકારને આમ પૂછયું. આ પીઆઇએલ માં એશિયાટીક લાયનના સંરક્ષણ માટેની વાત છે. જસ્ટિસ એન.વી.અંજારિયા, જસ્ટિસ એ.પી.ઠાકર આ અરજીની સુનાવણી કરી રહ્યા છે.

અદાલતે મૌખિક રીતે એવી નોંધ કરી, નિરીક્ષણ કર્યું કે, અભ્યારણમાં કોઇ પણ પ્રોજેકટને પરમિશન આપવાની પ્રક્રિયા દરમ્યાન સરકારનું વાસ્તવિક-ભૌતિક સંદર્ભે સ્પષ્ટ વલણ શું છે.? તે જાણવું જરૂરી બની જતું હોય છે. જો કે, અદાલતે કેન્દ્ર સરકારકે રેલવે તંત્રને કોઇ નિર્દેશ આપ્યો નથી. કારણ કે, આ સુનાવણી દરમ્યાન આ બંને ઓથોરિટીઝના વકીલ ગેરહાજર રહ્યા હતાં.આ મામલાની વધુ સુનાવણી 21મી એ થશે.અદાલતે એવી પણ આશા વ્યકત કરી છે કે, હવે પછીની સુનાવણીમાં સરકાર તૈયારીઓ કરીને આવશે.

કોર્ટમિત્ર હેમાંગ શાહે અદાલત સમક્ષ પોતાનો મત દાખલ કરતાં જણાવ્યું કે, આ પ્રોજેકટમાં રેલવેના ગેજ ક્ધવર્ઝન-વીજળીકરણથી કોને ફાયદાઓ થશે? તે અંગે સતાવાળાઓ મૌન જાળવી રહ્યા છે.અભ્યારણમાં ઓઇલ-ગેસ પાઇપલાઇન પાથરવાથી કોને ફાયદાઓ મળશે ? તેઅંગે પણ સતાવાળાઓ ચૂપકીદી જાળવી રહ્યા છે. તેઓએ અદાલતે કહ્યું: તેઓએ જુદાં જુદાંસ્ત્રોતોમાંથી માહિતીઓ વિગતો મેળવી છે. અભ્યારણ્યની વિઝિટ પણ કરી છે. તેના પરથી લાગે છે કે, છારા બંદરના વિકાસ માટે, એલએનજી ટર્મિનલ બનાવવા આ બધાં પ્રોજેકટસ આકાર લઇ રહ્યા છે. એલએનજી ટર્મિનલ એચપીસીએલ-શાપૂરજી એનર્જી લિ.બનાવી રહી છે. આ વનવિસ્તાર માટેપાઇપલાઇન પાથરવાની પ્રક્રિયા જોખમી-ઝેરી-હેઝાર્ડસ પૂરવાર થઇ શકે છે, એમ પણ તેઓએ અદાલત સમક્ષ જણાવ્યું. કોર્ટ મિત્રએ એલએનજી ટર્મિનલ માટેની કંપનીનું નામ દર્શવ્યા પછી અદાલતે પૂછયું: આગામી સુનાવણી દરમ્યાન આ કંપનીના પ્રતિનિધિને અદાલતમાં હાજર રહેવા જણાવવું જોઇએ કે, કેમ?આ પ્રશ્ર્ના જવાબમાં ધારાશાસ્ત્રી એ કહ્યું: સરકાર પ્રોજેકટસ લાવનાર જૂથનું નામ જાહેર કરવા ઇચ્છતી નથી! કે જેને, આ પ્રોજેકટથી ફાયદો થવાનો છે.

વડી અદાલત આ સુઓમોટુ 2018થી ચલાવી રહી છે. જયારે સરકારે વિધાનસભામાં એમ જણાવેલું કે, સિંહોનાં મૃત્યુ ગીર અભ્યારણ્યમાં અને આસપાસના વિસતારોમાં અ કુદરતી કારણોથી થઇ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular