Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતNFSA કાર્ડધારકો માટે સારા સમાચાર

NFSA કાર્ડધારકો માટે સારા સમાચાર

- Advertisement -

NFSA કાર્ડ ધરવતા લોકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિણર્ય કર્યો છે.જેમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ ૭૦ લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ ૧ કિલો તુવેરદાળ હવે ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાના ભાવનો દર ત્રણ-ચાર માસે બદલાતાં, વેચાણ કિંમત પણ બદલાતી રહેતી હતી, આથી રેશનકાર્ડઘારકો માટે તુવેર દાળનો વિતરણ ભાવ ૫ણ બદલાતો રહેતો હતો.

- Advertisement -

ગુજરાતના રેશનીંગની દુકાનેથી હવેથી કુટુંબદીઠ મહિનામાં 1 કિલો તુવેળદાળ રૂ.50માં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે તુવેરદાળની આ યોજનામાં પ્રતિ કિલો એ રૂ.૩૦ ફીક્સ સબસીડી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ હોવાથી ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાનો ભાવ તથા તેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિગમના ગોડાઉનથી વ્યાજબી ભાવની દુકાનો સુઘી ૫હોંચતી કરી, દુકાનદારોનું કમિશન ખર્ચ ગણીને લાભાર્થીઓ સુઘી વિતરણ કરવામાં આવે છે ત્યાં સુઘીના આનુષાંગિક ખર્ચને આધારે તુવેરદાળની વેંચાણ કિંમત નિયત થાય છે.

તુવેરદાળનું રૂ.૫૦ પ્રતિ કિલોના ભાવે વિતરણ આગામી મહિનાથી થશે. રાજય સરકારે કરેલા આ નિર્ણયને પરિણામે દર મહીને રૂ.૧૧/-કરોડ જેટલો વઘારાનો સબસીડી ખર્ચ થશે અને વાર્ષિક રૂ. ૧૨૦/- કરોડનો વધારાનો બોજ રાજય સરકાર વહન કરશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular