Sunday, December 22, 2024
Homeબિઝનેસરોકાણકારો માટે ગુડ ન્યૂઝ : મૂડીઝે ભારતનું રેટીંગ સુધારી સ્ટેબલ કર્યું

રોકાણકારો માટે ગુડ ન્યૂઝ : મૂડીઝે ભારતનું રેટીંગ સુધારી સ્ટેબલ કર્યું

- Advertisement -

ભારતીય બજાર માટે આજે સારા સમાચાર આવ્યા છે. રેટીંગ એજન્સી મુડીઝે ભારતના રેટીંગને નકારાત્મકથી સુધારીને સ્થિર કેટેગરીમાં મૂકયું છે.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસિઝ કે જે,વિશ્ર્વભરની બજારો અને અર્થતંત્રને તેમની ઇકોનોમીના આધારે રેટીંગ આપે છે. ત્યારે ઘણાં લાંબા સમયથી નકારાત્મક એટલે કે, નેગેટીવ રેટીંગમાં રહેલાં ભારતીય અર્થતંત્રને અપગ્રેેડ કરી સ્ટેબલ એટલે કે, સ્થિર રેટીંગ આપ્યું છે. બદલાયા રેટીંગ અંગે મૂડીઝે કહ્યું કે, દ્રષ્ટિકોણને સ્થિરમાં બદલવાનો નિર્ણય મૂડીના મંત્વયને પ્રતિબિંબત કરે છે. જે સુચવે છે કે, વાસ્તવિક અર્થતંત્ર અને નાણાંકિય વ્યવસ્થા વચ્ચેના નકારાત્મક પ્રતિસાદથી નકારાત્મક જોખમો ઓછા થઇ રહ્યા છે. મુડીઝ માને છે કે, આર્થિક વાતાવરણ આગામી કેટલાંક વર્ષોેમાં સરકારની રાજકોષિય ખાધને ક્રમશ: ઘટાડશે.

ભારતીય બજારો અંગે મૂડીઝના આ નવા રેટીંગની ભારતીય શેરબજારમાં હકારાત્મક અસર જોવા મળી શકે છે. છેલ્લાં બે દિવસથી તેજીના માહોલમાં રહેલું ભારતીય બજાર નવી ઐતિહાસિક સપાટીઓ હાસલ કરી શકે છે. ભારતનું રેટીંગ નેગેટીવ માંથી સ્ટેબલ થતાં વિદેશી રોકાણકારો પણ ભારત તરફ આકર્ષાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular