Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુડ ન્યુઝ : રાજયના 75 ટકા લોકોમાં એન્ટિબોડી

ગુડ ન્યુઝ : રાજયના 75 ટકા લોકોમાં એન્ટિબોડી

ICMR દ્વારા કરવામાં આવેલાં સર્વેમાં ગુજરાતની 75.3 ટકા વસતિમાં એન્ટિબોડીની હાજરી જણાઇ : 79 ટકા સાથે મધ્યપ્રદેશ ટોચ પર : 44 ટકા સાથે કેરળ સૌથી છેલ્લે

- Advertisement -

કોરોનાની બીજી લહેર બાદ ગુજરાતમાં કોરોનાના પરિપ્રેક્ષ્યમાં સારા કહી શકાય તેવા સમાચાર છે. ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (02) દ્વારા હાથ ધરવામાં આવેલા સીરોપ્રેવલન્સ સર્વેમાં ગુજરાતમાં 75.3 ટકા વસતિમાં કોરોનાના એન્ટીબોડી જનરેટ થયેલા જાણવા મળ્યા છે. જેનો અર્થ એ કે, આટલા પ્રમાણમાં લોકોમાં કોરોના સામેની રોગપ્રતિકારક શક્તિ હોવાની શક્યતા છે. ત્રીજી લહેર આવે અને તેમાં ડેલ્ટા વેરિયન્ટનું આક્રમણ વધુ ન હોય તો ગુજરાતમાં કોરોનાના સંદર્ભમાં ખાસ ચિંતાજનક સ્થિતિ નહી રહે તેવો આ અભ્યાસ પરથી સંકેત મળે છે. વળી, સૌથી વધુ સીરો પોઝિટિવિટી ધરાવતા રાજ્યોમાં ગુજરાત પાંચમા ક્રમે છે.

આઇસીએમઆર દ્વારા 14 જૂનથી 6 જુલાઇ વચ્ચે દેશના 21 રાજ્યમાં કરાયેલા સીરો સર્વેમાં જણાવ્યા અનુસાર 11 રાજ્યમાં ઓછામાં ઓછી બે તૃતીયાંશ વસતી કોરોના વાઇરસથી સંક્રમિત થઇ ચૂકી છે.

સૌથી વધુ મધ્યપ્રદેશની 79 ટકા અને સૌથી ઓછી કેરળની 44.4 ટકા વસતી કોરોના વાઇરસના સંપર્કમાં આવી ચૂકી છે. દેશમાં સીરો પોઝિટિવિટીમાં ટોચના પાંચ રાજ્યમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની 75.3 ટકા વસતી કોરોના વાઇરસના સંપર્કમાં આવીને સંક્રમિત થઇ ચૂકી છે અને તેની સામે ઇમ્યૂનિટી હાંસલ કરી ચૂકી છે.

આઇસીએમઆર દ્વારા દેશના 70 જિલ્લામાં સીરો સર્વે હાથ ધરાયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે સીરો સર્વેના રાજ્યવાર તારણો જારી કરાયાં હતાં. સૌથી વધુ સીરોપ્રિવેલન્સ ધરાવતા ટોપ ફાઇવ રાજ્યોમાં 79 ટકા સાથે મધ્યપ્રદેશ ટોચના સ્થાને છે. ત્યારબાદ 76.ર ટકા સાથે રાજસ્થાન, 75.9 ટકા સાથે બિહાર, 75.3 ટકા સાથે ગુજરાત અને 74.6 ટકા સાથે છત્તીસગઢ આવે છે. આઇસીએમઆરના સીરો સર્વેમાં દેશમાં 67.6 ટકા વસતી કોરોનાથી સંક્રમિત થઇ ચૂકી હોવાનો દાવો કરાયો હતો. આમ 11 રાજ્યમાં આઇસીએમઆરની સરેરાશ કરતાં વધુ અને 10 રાજ્યમાં આઇસીએમઆરની સરેરાશ કરતાં ઓછી સીરો પોઝિટિવિટી સામે આવી હતી. વસતીના બ્લડ સીરમમાં એન્ટિબોડીની હાજરી શોધવા માટે કરાતા ટેસ્ટને સીરો સર્વે કહેવાય છે. આ ટેસ્ટમાં કોઇ વ્યક્તિમાં એન્ટિબોડી વધુ પ્રમાણમાં મળે તો તે વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઇ ચૂકો છે તેમ માનવામાં આવે છે. વસતીના બ્લડ સીરમમાં એન્ટિબોડોના પ્રમાણને સીરોપ્રિવેલન્સ અથવા તો સીરો પોઝિટિવિટી રેટ કહેવાય છે. સીરો સર્વે એવી વસતી પર કરાય છે જેના પરિણામનો ઉપયોગ આખા દેશની વસતી પર કરી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular