Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરૂા. 1 લાખના કિલોના ભાવે વેચાઇ આસામની ગોલ્ડ ચા

રૂા. 1 લાખના કિલોના ભાવે વેચાઇ આસામની ગોલ્ડ ચા

- Advertisement -

આસામના દિબુ્રગઢ જિલ્લામાં મંગળવારે યોજાયેલી એક હરાજીમાં એક સ્પેશિયલ્ટિ ચ્હાનો પ્રતિ કિલો રૂ. 99,999 બોલાયો હતો જે અત્યાર સુધી યોજાયેલી હરાજીમાં બોલાયેલા તમામ ભાવની તુલનાએ સૌથી વધુ ભાવ હતો એમ હરાજીના કામ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું.

- Advertisement -

મનોહરી ટી એસ્ટેટ નામની કંપનીએ સૌરભ ટી ટ્રેડર્સને તેની મનોહરી ગોલ્ડ બ્રાન્ડની એક કિલો ચ્હા રૂ. 99,999ના ભાવે વેચી હતી એમ ગુવાહાટી ટી ઓક્શન સેન્ટરના સેક્રેટરી પ્રિયાનુઝ દત્તાએ કહ્યું હતું. ચ્હાની દર વર્ષે યોજાતી હરાજીમાં આ વેચાણનો અને ખરીદનો સૌથી મોટો ભાવ હતો એમ દત્તાએ ઉમેર્યું હતું.

દેશ-વિદેશના સમજદાર અને બૌધ્ધિક લોકો દ્વારા થતી ખપતને ધ્યાનમાં લેતાં અને તેઓ તરફથી આવતી માંગને આધારે અમે આ પ્રકારની પ્રિમિયમ ક્વાલિટિની સ્પેશિયલ્ટિ ચ્હાનું ઉત્પાદન કરીએ છીએ એમ મનોહર ટી એસ્ટેટના રંજન લોહિયાએ કહ્યું હતું. એકદમ ચકચકિત અને પીળા પાનમાંથી બનાવેલી ચ્હા પીધા પછી મનને અનેરી તૃપ્તિ આપે છે અને આરોગ્યને પણ ઘણા લાભ કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે 2019ના જુલાઇ મહિનામાં ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર ખાતે યોજાયેલી હરાજીમાં મનોહરી ગોલ્ડ ચ્હાનો પ્રતિ કિલો ભાવ રૂ. 50,000 બોલાયો હતો, જે તે સમયે અગાઉની તમામ હરાજીઓમાં બોલાયેલા ભાવની તુલનાએ સૌથી વધુ ભાવ હતો. તે સમયે રૂ. 50 હજારના ભાવે એક રેકોર્ડ સર્જ્યો હતો. જો કે એક મહિનામાં જ તે રેકોર્ડ તૂટી ગયો હતો કેમ કે અરૂણાચલ પ્રદેશની દોની પોલો ટી એસ્ટેટ કંપનીએ તેની ગોલ્ડન નિડલ્સ ચ્હા પ્રતિ કિલો રૂ. 75000ના ભાવે વેચી હતી અને આસામની દિકોન ટી એસ્ટેટ કંપનીએ પણ તેની ગોલ્ડન બટરફ્લાય બ્રાન્ડની ચ્હા પ્રતિ કિલો રૂ. 75 હજારના ભાવે વેચી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular