Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભગવાને પણ ઉજવ્યો પતંગોત્સવ...

ભગવાને પણ ઉજવ્યો પતંગોત્સવ…

- Advertisement -

જામનગરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને પણ પતંગનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ રીતે ભગવાને પણ પતંગોત્સવની ઉજવણી કરી હતી. ગઇકાલે મકરસંક્રાંતિના પર્વને લઈને ભગવાન સ્વામિનારાયણને ઉત્તરાયણ પર્વ ને અનુરૂપ પતંગ ની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. મંદિર પરિસર તેમજ સમગ્ર મંદિરના ગર્ભ પરિસરમાં વિવિધ કલરના રંગબેરંગી પતંગોને ગોઠવીને ભગવાન સ્વામિનારાયણને શણગારવામાં આવ્યા હતા. પતંગના દોરા ની ચરખીઓ પણ ગોઠવવામાં આવી હતી.

- Advertisement -

અહીં તહેવારને અનુરૂપ ઉતરાયણ ના મહાપર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી. જે દર્શનનો લ્હાવો લેવા ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અનેક ભક્તો જોડાયા હતા, અને દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં તમામ દર્શનાર્થીઓને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરીને દર્શન કરાવાયા હતા. દરેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી માટે જામનગર શહેર કે જે છોટી કાશી તરીકે ઓળખાય છે. ત્યાં ભકિતભાવપૂર્વક અને આનંદ ઉલ્લાસ સાથે લોકો ઉજવણી કરતાં હોય છે. સ્વામિનારાયણ મંદિરમાં જુદા-જુદા તહેવારોને અનુરૂપ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પતંગોત્સવની ઉજવણી પતંગ સાથે કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular