Wednesday, December 25, 2024
HomeબિઝનેસStock Market Newsવૈશ્વિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી...

વૈશ્વિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૫૦.૨૬ સામે ૫૮૧૭૨.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૦૮૪.૯૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૯.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪.૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૩૦૫.૦૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૭૦.૯૦ સામે ૧૭૩૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૦૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૨.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૭૧.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા અને ટ્રેડીંગના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. લાંબા વિક – એન્ડ પૂર્વે આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ સતત ત્રીજા દિવસે બે તરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. કોરોના સંક્રમણની ત્રીજી લહેર કેરળ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં આવી ગઈ હોઈ ફરી લોકડાઉન સહિતના પગલાંની સરકારોની ચેતવણી અને બીજી તરફ આર્થિક મોરચે ભારત દ્વારા આર્થિક વિકાસ પર ફોક્સ વધારવામાં આવતાં અને વૈશ્વિક મોરચે ચાઈનાના અમેરિકા, યુરોપના દેશો સાથેના વેપારમાં મોટી વૃદ્વિએ વૈશ્વિક વેપાર વધી રહ્યાના આંકડાએ વૈશ્વિક બજારોની મજબૂતી પાછળ આજે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે સામાન્ય મજબૂતી જોવાઈ હતી.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અફઘાનિસ્તાનમાં સત્તા પલટા બાદ ચાલી રહેલા ઘર્ષણ અને ફરી યુદ્વ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવા જીઓપોલિટીકલ ટેન્શન તેમજ કોરોના સંક્રમણ અમેરિકા, યુરોપના દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યું હોવાની ચિંતા સાથે ભારતમાં કોરોના સંક્રમણ હાલ અંકુશમાં હોવા છતાં હજુ ત્રીજી લહેરની દહેશત હોવા સાથે દેશના કેટલાક ભાગોમાં ચોમાસાની પ્રગતિ મંદ હોવાથી ચિંતા સાથે અફઘાનિસ્તાન મામલે નિકાસમાં મોટો ફટકો પડવાના  ચિંતાએ આગામી દિવસોમાં મોટા આર્થિક પડકારોનો સામનો કરવો પડે એવા સંકેત અને આવતી કાલે શુક્રવારે ગણેશ ચતુર્થીના શેરબજારો બંધ રહેનાર હોવાથી સળંગ ત્રણ દિવસ ભારતીય શેરબજારમાં રજાને લઈ ફંડો, ખેલંદાઓએ ઈન્ડેક્સ બેઝડ તેજીનો મોટો વેપાર ઊભો નહીં રાખી સાવચેતીનું વલણ અપનાવ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ફાઈનાન્સ, બેન્કેક્સ, હેલ્થકેર અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૫ અને વધનારની સંખ્યા ૧૮૪૪ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ઐતિહાસિક તેજીની અવિરત દોટ મૂકી રહેલા ભારતીય શેરબજારોમાં અત્યારે  તમામ નેગેટીવ પરિબળોને અવગણીને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈઝ શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા છે. કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા છોડી અને જીઓપોલિટીકલ ટેન્શન, મોંઘવારી-ફુગાવાના પરિબળ સાથે ક્રુડ ઓઈલના ઊંચા પ્રવર્તિ રહેલા ભાવ સામે ચોમાસાની ફરી સારી પ્રગતિ અને અમેરિકાએ સ્ટીમ્યુલસ ચાલુ રાખવાના એટલે કે ટેપરિંગ હાલ તુરત નહીં કરવાના આપેલા સ્પષ્ટ નિવેદનની પોઝિટીવ અસર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં જોવા મળી હતી.

આગામી દિવસોમાં અમેરિકાના સ્ટીમ્યુલસ ચાલુ રહેવાના અને એના પરિણામે ફોરેન ફંડોનો  રોકાણ પ્રવાહ પણ  વહેતો રહેવાની શકયતાએ ભારતીય શેરબજારમાં તેજી હાલ તુરત જળવાઈ રહેવાની શકયતા જોવાઈ રહી છે. જોકે સ્થાનિક સ્તરે કોરોનાના પરિબળની સાથે હાલ ફુગાવો-મોંઘવારીનું પરિબળ પણ નેગેટીવ બની રહ્યું છે. ક્રુડ ઓઈલના ભાવ ફરી વધી રહ્યા હોવા સાથે પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા નવી વિક્રમી ઊંચાઈએ પ્રવર્તતા ભાવોથી મોંઘવારીમાં થઈ રહેલા સતત વધારા અને વધતી જતી બેરોજગારીની સમસ્યાને ધ્યાનમાં લેતાં આગામી દિવસો ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

તા.૧૩.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૯.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૩૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૧૭૧૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૪૦૪ પોઈન્ટ થી ૧૭૪૩૪ પોઈન્ટ ૧૭૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૯.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૭૭૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૩૬૦૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૯૦૯ પોઈન્ટ થી ૩૭૦૭૭ પોઈન્ટ, ૩૭૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC બેન્ક ( ૧૫૭૦ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૧૦ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રામકો સિમેન્ટ ( ૧૦૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૮૪ થી રૂ.૧૦૯૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સિપ્લા લિમીટેડ ( ૯૪૯ ) :- રૂ.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૯૦૯ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૬ થી રૂ.૯૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • TVS મોટર ( ૫૪૩ ) :- ૨ / ૩ વ્હીલર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૬૩ થી રૂ.૫૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૨૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી નેટવર્ક ( ૪૯૧ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૭૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક  બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૦૫ થી રૂ.૫૨૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૫૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમર્શીયલ ટ્રેડીંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૨૨ થી રૂ.૧૫૦૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૦નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટ્સ લિમીટેડ ( ૧૩૮૬ ) :- રૂ.૧૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • વોલ્ટાસ લિમીટેડ ( ૧૨૧૩ ) :-  કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૫૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૭૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અમર રાજા બેટરી ( ૭૨૩ ) :- ૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular