Sunday, September 8, 2024
Homeબિઝનેસવ્યાજદર ઘટાડાના સંકેતથી ઝૂમી ઉઠ્યા વૈશ્વિક બજાર

વ્યાજદર ઘટાડાના સંકેતથી ઝૂમી ઉઠ્યા વૈશ્વિક બજાર

- Advertisement -

અમેરીકન ફેડરલ રિઝર્વે ગઇકાલે વ્યાજદર યથાવત રાખવા સાથે 2024માં વ્યાજદરમાં કટ મૂકવાના સંકેત આપતા વિશ્ર્વભરના બજારો ઝૂમી ઉઠ્યા છે. ગઇકાલે અમેરિકન શેરબજારમાં ફેડ. ચેરમેનના નિવેદન બાદ જોરદાર તેજી જોવા મળી હતી. જેની અસર આજે સવારે એશિયન બજારો પર પણ જોવામાં આવી છે. ખાસ કરીને પેલેથી જ ઓલ ટાઇમ હાઇ પર રહેલા ભારતીય શેરબજારે ખુલતાવેત જ જોરદાર તેજી સાથે રેકોર્ડબ્રેક ઉંચાઇ હાંસિલ કરી હતી. નીફટીમાં 250 અને સેન્સેક્સમાં 750 થી વધુ પોઇન્ટનો જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો. વ્યાજદર ઇફેક્ટને કારણે બેંક શેર્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત મેટલ, કેપીટલ ગુડ્સ, આઇ.ટી. માં વિશેષ તેજી જોવા મળી રહી છે. ફેડરલ રિઝર્વે 2024માં વ્યાજદરમાં 3 વખત કાપ મૂકવાના સંકેતો આપ્યા હતાં. જેનો અર્થ એ થયો કે વ્યાજદર વધારાની સાઇકલ હવે સમાપ્ત થઇ છે. આ સાથે ભારતમાં પણ આગામી પોલીસીમાં વ્યાજદર ઘટાડાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે, હજુ પણ મોંઘવારીના આંકડા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular