Monday, January 12, 2026
Homeરાજ્યલગ્નની લાલચ આપી, યુવતી સાથે દુષ્કર્મ

લગ્નની લાલચ આપી, યુવતી સાથે દુષ્કર્મ

મારી નાખવાની ધમકી સબબ દ્વારકાના શખ્સ સામે ગુનો

દ્વારકામાં રહેતા એક યુવાન દ્વારા જામનગરની છૂટાછેડા લીધેલી એક યુવતી સાથે મિત્રતા કેળવી, દુષ્કર્મ આચરી અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામનગર ખાતે રહેતી 25 વર્ષીય એક યુવતીએ થોડા સમય પૂર્વે પોતાના પતિ સાથે છુટાછેડા લીધા હતા. આ પછી તેણી ફેસબુક મારફતે દ્વારકામાં બીરલા પ્લોટ ખાતે રહેતા અર્જુન કાંતિભાઈ ઘોઘલીયા નામના 27 વર્ષિય યુવાનના સંપર્કમાં આવી હતી. થોડા સમયમાં અર્જુને યુવતી સાથે સંબંધ કેળવી અને આ યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી તેણીને દ્વારકા ખાતે અવારનવાર બોલાવી અને શારીરિક સુખ માણ્યું હતું. બાદમાં આ શખ્સ દ્વારા યુવતી સાથે લગ્ન કરવાની ના કહી અને જો તેને લગ્ન કરવાનું કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું યુવતી દ્વારા દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવ્યું છે.

આમ, દુષ્કર્મના આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 376 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular