Thursday, January 9, 2025
Homeરાજ્યહાલારમેઘપરમાં પ્રેમી યુવક સાથે વાતચીત કર્યા બાદ પ્રેમીકાએ જિંદગી ટૂંકાવી

મેઘપરમાં પ્રેમી યુવક સાથે વાતચીત કર્યા બાદ પ્રેમીકાએ જિંદગી ટૂંકાવી

તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પૂછપરછ

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપર ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાનની પુત્રીને યુવક સાથે પ્રેમ સંબંધ હોય જે સંદર્ભે બન્ને વચ્ચે ફોનમાં વાતચીત થયા બાદ યુવતીએ સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે મોટી ખાવડી અને જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેઘપર ગામમાં બાપા સીતારામની મઢુલી પાસે રહેતાં અને મજૂરી કામ કરતા ધર્મેશભાઈ પરમાર નામના કુંભાર આધેડની પુત્રી ચાંદનીબેન પરમાર (ઉ.વ.20) નામની યુવતીને જોગવડ ગામમાં રહેતાં ધર્મરાજસિંહ માધુભા કેર નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. દરમિયાન બુધવારે બપોરના સમયે યુવક સાથે ફોનમાં વાતચીત કરતી હતી. ત્યારબાદ કોઇ કારણસર તેના રૂમમાં પીઢીયાની પાપડીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવતીને પ્રથમ મોટી ખાવડીની હોસ્પિટલ અને ત્યારબાદ જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા ધર્મેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular