Thursday, January 2, 2025
Homeરાજ્યહાલારમાતાજીના દર્શનાર્થે જતી કારને બસે ઠોકર મારતા બાળકીનું મોત

માતાજીના દર્શનાર્થે જતી કારને બસે ઠોકર મારતા બાળકીનું મોત

રાજકોટના પરિવારને અકસ્માત: ગંભીર ઈજા પહોંચતા 12 વર્ષની બાળકીનું મૃત્યુ : અન્ય પાંચ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા: પોલીસ દ્વારા બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

રાજકોટમાં રહેતો વિપ્ર પરિવાર ખોડા પીપર ગામમાં આવેલા માતાજીના દર્શનાર્થે જતાં હતાં તે દરમિયાન ધ્રોલ તાલુકાના મોડપર ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે તેમની ઈકો કારને પુરપાટ આવી રહેલી લકઝરી બસે પાછળથી ઠોકર મારતા કાર પલ્ટી જતાં અકસ્માતમાં કારમાં સવાર 12 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પરિવારજનોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટમાં લક્ષ્મીવાડી શેરી નંબર-6 માં રહેતા નિરવભાઈ નવનીતભાઈ દવે (ઉ.વ.40) નામના યુવાનની પત્ની અને 12 વર્ષની પુત્રી તથા મામા – મામી અને નાના-નાની સાથે રાજકોટથી ખોડા પીપર ગામમાં આવેલા માતાજીના દર્શનાર્થે જવા માટે જીજે-03-એલઆર-7310 નંબરની ઈકો કારમાં જતા હતાં તે દરમિયાન ધ્રોલ તાલુકાના મોડપર ગામના પાટીયા નજીક રવિવારે સવારના 09:30 વાગ્યાના અરસામાં પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ બેફીકરાઈથી આવી રહેલી જીજે-14-એટી-0650 નંબરની લકઝરી ખાનગી બસના ચાલકે ઈકોને ઠોકર મારતા ઈકો કાર પલ્ટી મારી ગઈ હતી. કાર પલ્ટી જતાં અંદર બેસેલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં કારમાં બેસેલી 12 વર્ષની બાળકીને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અંદર બેસેલા ન્ય પરિવારજનનોે નાની મોટી તથા ગંભીર ઈજાઓ પહોંચતા આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.

અકસ્માતના બનાવની જાણના આધારે હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે નિરવભાઈના નિવેદનના આધારે બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બસચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular