Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારભાણવડ તાલુકાના માનપર ગામની યુવતી રહસ્યમય રીતે ગુમ

ભાણવડ તાલુકાના માનપર ગામની યુવતી રહસ્યમય રીતે ગુમ

- Advertisement -

ભાણવડ તાલુકાના માનપર ગામની યુવતી એકાએક રહસ્યમય રીતે ગુમ થતા ચકચાર મચી છે. આ બાબતે યુવતીના કાકાએ ભાણવડ પોલીસ થાણે ગુમ નોંધ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, તાલુકાના માનપર ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મુરૂભાઈ રામભાઈ વારોતરીયાની ભત્રીજી પારસબેન પરબતભાઈ વારોતરીયા (ઉ.વ.18) ગત તા.9-3-2023 ના રોજ બપોરના સમયે ઘરેથી કોઇને કહ્યા વગર જતી રહેતાં પરિવારમાં ચિંતા થવા લાગી છે.

યુવતીને શોધવા માટે પરિવારે સગા સંબંધી સહિત અનેક ઠેકાણે તપાસ કરી હતી આમ છતાં યુવતી પારસનો કોઇ પણો મળ્યો નથી. જેથી પરિવારે ભાણવડ પોલીસની મદદ માંગી છે. પોલીસે ગુમ નોંધી કરી તપાસફ હાથ ધરી છે. ભાણવડ પોલીસના હેડ કોન્સ્ટેબલ કે.એલ. માડમે આ અંગે જણાવ્યું હતું કે, ગુમ થનાર યુવતી પારસ પરબતભાઈ વારોતરિયા વરિયાળી કલરનો પંજાબી ડે્રસ પહેર્યો છે .

- Advertisement -

વધુમાં ઘઉંવર્ણી અને મધ્યમ બાંધાની છે. ચાર ફુટ અને દશ ઈંચની લંબાઈ ધરાવતી પારસબેનનો કોઇને પતો મળે તો ભાણવડ પોલીસ સ્ટેશનના મો.7433975915 ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular