કલ્યાણપુર ગામે રહેતી યુવતીને અચાનક ઉલ્ટી-ઉબકા ઉપડયા બાદ ચક્કર આવતા બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા આશાબેન દિનેશભાઈ રોશિયા (ઉ.વ.21) નામની યુવતી સોમવારે સાંજના સમયે તેમના ઘરે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને એકાએક ઉલટી અને ઉબકા ઉપડ્યા બાદ ચક્કર આવતા બેભાન અવસ્થામાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ દિનેશભાઈ રામાભાઈ રોશિયાએ દ્વારકા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.