જામનગર શહેરના ખંભાળિયા રોડ પર વિશાલ હોટલ પાસે આવેલા સિધ્ધનાથ સોસાયટીમાં રહેતી યુવતીની તાવના કારણે તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગરમાં ખંભાળિયા રોડ પર વિશાલ હોટલ પાસે આવેલી સિધ્ધનાથ સોસાયટી-2 માં રહેતી કાજલબેન કલ્પેશ પીંગળ (ઉ.વ.29) નામની યુવતીને થોડા સમયથી તાવ આવતો હતો તે દરમિયાન તેની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. છ વર્ષના લગ્નગાળા બાદ યુવતીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની મૃતકના પતિ કલ્પેશ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.