જામજોધપુર તાલુકાના મેલાણ ગામની સીમમાં રહેતી યુવતીને તેના ઘરની બાજુમાં આવેલી કાંટાની તારમાં અડી જતાં વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મેલાણા ગામની સીમમાં રહેતાં અને ઘરકામ કરતાં ગીતાબેન રવિભાઈ સુરેલા (ઉ.વ.20) નામની પરિણીત યુવતી શનિવારે વહેલીસવારના સમયે તેના ઘરની બાજુમાં રહેલી કાંટાના તારને અડી જતાં વીજશોક લાગવાથી બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જયાં યુવતીનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ રવિ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.