કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતી યુવતી નદીએ કપડા ધોવા ગઈ તે દરમિયાન પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં રહેતાં યુવાનને હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા હેમીબેન પ્રવીણભાઈ મકવાણા નામના 28 વર્ષના મહિલા ગત તારીખ 29 મી ના રોજ નંદાણા ગામની નદીએ કપડાં ધોવા ગયા હતા. જ્યાં નદીના પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ હતુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ પ્રવીણભાઈ કારાભાઈ રાઠોડએ કલ્યાણપુર પોલીસને કરી છે.
બીજો બનાવ, ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલા હાપીવાડી ખાતે રહેતા ધનજીભાઈ રામજીભાઈ કણજારીયાને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના ભાઈ અરજણભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે.