જામનગરમાં વિજયનગર ફાટક પાસે ટ્રેન હડફેટે આવી જતાં યુવતીનું ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં જનતા ફાટક વિજયનગર શેરી નંબર-2 માં રહેતી મિતલબેન પરબતભાઈ ભાદરકા નામની 21 વર્ષની યુવતી તા.1 ના રોજ સવારના સમયે જકાતનાકા પાસે વિજયનગર ફાટક 202 માં પસાર થતીટ્નીરેન હડફેટે આવી જતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મૃતકના માતા રાધાબેન પરબતભાઈ ભાદરકા દ્વારા પોલીસને જાણ કરાતા સિટી સી ના પીએસઆઈ ડી.કે. ગોહિલ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.