Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લાના ઓખામઢી નજીક છોટાહાથીએ ઠોકરે ચડાવતા બાળકીનું મોત

દ્વારકા જિલ્લાના ઓખામઢી નજીક છોટાહાથીએ ઠોકરે ચડાવતા બાળકીનું મોત

આઠ વર્ષની બાળકીના મોતથી પરિવાર હતપ્રત: પોલીસ દ્વારા વાહનચાલક વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ગામ નજીક આવેલી ખાનગી કંપની પાસેના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતી આઠ વર્ષની બાળકી તેની માતા અને મામા-મામી સાથે ઓખા મઢી ગામના હાઈવે પર ઉભી હતી તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા છોટાહાથી વાહનચાલકે બાળકીને ઠોકરે ચડાવતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, દ્વારકા – પોરબંદર હાઈવે પર કુરંગા ગામ પાસે આવેલી એક ખાનગી કંપની નજીકના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રહીશ રામીબેન અનિલભાઈ સોમાભાઈ પરમારની આઠ વર્ષની પુત્રી આશા તેણીના માતા તથા મામા-મામી સાથે દ્વારકાથી આશરે 22 કિલોમીટર દૂર ઓખામઢી ગામ પાસેના હાઈવે માર્ગ પર સાથે ઉભા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જીજે-37-ટી-6142 નંબરના એક છોટાહાથી જેવા પીકઅપ વાનના ચાલકે આઠ વર્ષીય આશાબેન પરમારને અડફેટે લીધી હતી. જેના કારણે તેણીને ગંભીર ઈજાઓ થતા તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક આશા પરમારના માતા રામીબેન અનિલભાઈ પરમારની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે પીકઅપ વાનના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (અ) તથા એમવી એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular