જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતી યુવતીએ રાત્રિ દરમ્યાન તેના ઘરે રૂમની છતના હૂકમાં સાડી વડે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતી પૂજાબેન નિશાલભાઇ સિતાપરા (ઉ.વ.28) નામની ગૃહકાર્ય કરતી યુવતીએ મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે ભોજન કર્યા બાદ સૂઇ ગઇ હતી અને વહેલી સવારે તેના રૂમની છતના હૂકમાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વહેલી સવારે પતિ નિશાલભાઇ ઉઠયા ત્યારે પત્નીની આત્મહત્યા અંગેની જાણ કરાતા હે.કો. ડી. પી. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિના નિવેદનના આધારે યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી? તે અંગેની તપાસ હાથ ધરી હતી.


