ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે યુવતીએ પતિ સાથેના ઝઘડાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
મોરકંડા ગામના પાટીયા પાસે રહેતી મનિષાબેન હમીરભાઈ મેથાણિયા (ઉ.વ.26) નામની યુવતીએ તા.26 ના રોજ ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે નિલેશભાઈ પટેલની વાડીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે મૃત્યુ નિપજ્યું હતું. મૃતક મનિષાબેનને પોતાના પતિ સાથે અવાર-નવાર ઝઘડો થતો હોય જે બાબતે પોતાને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. મૃતકના પતિ હમીરભાઈ મેથાણીયા દ્વારા પોલીસને જાણ કરાતા ધ્રોલ હેકો એચ.બી. સોઢીયા સહિતના સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ધ્રોલ તાલુકામાં પતિ સાથેના ઝઘડાનું મનમાં લાગી આવતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી
સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી