Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસંતાન ન થવાનું લાગી આવતાં યુવતીની આત્મહત્યા

સંતાન ન થવાનું લાગી આવતાં યુવતીની આત્મહત્યા

ખેતમજૂરી કરતી યુવતીને બે વખત કસુવાવડ થઇ : ત્યારબાદ સંતાન ન થતાં મનમાં લાગી આવ્યું : દોરડા વડે ગળેટૂંપો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી ધરાઇ

ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામની સીમમાં ખેતમજૂરી કરતી યુવતીને બે વખત કસુવાવડ થઇ હતી. સંતાન ન થવાથી મનમાં લાગી આવતાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામની સીમમાં આવેલી વિજયસિંહ પ્રભાસંગ જાડેજાના ખેતરમાં મજૂરીકામ કરતાં મધુબેન અશોકભાઇ વાઘેલા (ઉ.વ.23) નામની ભીલ યુવતીને બે વખત કસુવાવડ થઇ ગઇ હતી અને ત્યારબાદ સંતાન થતું ન હોવાથી મનમાં લાગી આવતાં શનિવારે બપોરના સમયે તેની ઓરડીમાં રહેલા પતરાંના એંગલમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પતિ અશોકભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. જે. ડી. ગોગરા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular