જામનગર સહિત સમગ્ર રાજ્યમાં માં અમૃતમ કાર્ડની કામગીરી થોડાસમય અગાઉ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે માં અમૃતમ કાર્ડ માટે જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં આ સેન્ટરો ફરીથી શરૂ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં માં અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ શરૂ થઇ ત્યારથી જ આ કામગીરી મંદગતિએ ચાલતી હોવાની વ્યાપક ફરીયાદો થઇ રહી હતી.
દરમિયાન આજે જી.જી.હોસ્પિટલના આ સેન્ટરના કર્મચારીઓ માસ્ક વગર કામ કરી રહ્યા હતા અને કર્મચારીઓના ખરાબ વર્તનથી સેન્ટર પર કાર્ડ કઢાવવા આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સેન્ટર પર એક દિવસમાં માત્ર 7 વ્યકિતઓને કાર્ડ કાઢી આપવામાં આવે છે. જેના કારણે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.