Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો લગાવાયા

જી.જી. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો લગાવાયા

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફાયરની નવી સિસ્ટમો લગાડવામાં આવી છે. આગ લાગવાના સમયે તાત્કાલિક ધોરણે આગને કાબુ લઇ શકાય તે માટે તંત્ર દ્વારા જી.જી. હોસ્પિટલમાં અદ્યતન ફાયર સિસ્ટમ લગાડવામાં આવી છે.

- Advertisement -

સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડે છે. જી.જી. હોસ્પિટલમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં સારવાર અર્થે આવતાં હોય છે. આગ લાગવા જેવી આકસ્મિક ઘટનાઓ સમયે દર્દીઓની સલામતિ ખૂબ જ જરુરી બની જાય છે. જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવેલી ફાયર સેફટીના સાધનો સહિતની સામગ્રી અનેક વખત ચર્ચાનો વિષય બની છે. ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેઇટના હોવાનું પણ અનેક વખત સામે આવ્યું છે. ત્યારે હવે તંત્ર દ્વારા જી.જી. હોસ્પિટલમાં અતિઆધુનિક ફાયર સિસ્ટમ લગાડવામાં આવી છે. જેથી આગ લાગવા જેવી ઘટનાઓ સમયે તુરંત આગને કાબુમાં લઇ શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular