Saturday, October 19, 2024
Homeરાષ્ટ્રીય‘વેકિસન અંગેનો ભ્રમ દૂર કરો, મારી માતાએ પણ વેક્સિન લીધી’ : મોદી

‘વેકિસન અંગેનો ભ્રમ દૂર કરો, મારી માતાએ પણ વેક્સિન લીધી’ : મોદી

- Advertisement -

કોરોના સંકટ વચ્ચે રસીકરણને લઇને લોકોના મનમાં ભ્રમની સ્થિતિ છે, તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દૂર કરી. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, મે અને મારી માતા બંનેએ રસી લીધી છે. મારી માતા તો 100 વર્ષની આસપાસના છે. તેમણે પણ વેક્સિનના બંને ડોઝ લીધા છે. તમે પણ રસી જરૂર લો. કોઇ ભ્રમ ફેલાવે તો તેની વાતોમાં ન આવો.પીએમ મોદીએ રેડિયોના માધ્યમથી મન કી બાતના 78માં એપિસોડની શરૂઆતમાં તેમણે ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહને યાદ કર્યા. તેમણે કહ્યું કે, જ્યારે ટોકિયો ઓલિમ્પિક્સની વાત થઈ રહી હોય તો મિલ્ખાસિંહજી જેવા લેજન્ડરી એથલેટને કેવી રીતે ભૂલી શકાય. થોડા દિવસ પહેલા જ કોરોનાએ તેમને આપણી પાસેથી છીનવી લીધા. મન કી બાતમાં પીએમ મોદીએ મિલ્ખા સિંહને કર્યાં યાદ કરતાં કહ્યું કે, તેમનું યોગદાન ભૂલી નહીં શકાય.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોકયો ઓલિમ્પિક રમતોત્સવમાં જનારા ખેલાડીઓને સોશિયલ મીડિયામાં ચિયર ફોર ઈન્ડિયા હેશટેગ સાથે પ્રોત્સાહીત કરવા જણાવ્યું હતું. પીએમ મોદીએ ટોક્યો જઇ રહેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે, તમામ ખેલાડીઓનો પોતાનો સંઘર્ષ, વર્ષોની મહેનત રહી છે. તે માત્ર પોતાની માટે નથી જઇ રહ્યા, પણ દેશ માટે જઇ રહ્યા છે. પીએમ મોદીએ જળ સંરક્ષણની ચર્ચા કરતાં ઉત્તરાખંડના પોડી ગઢવાલના શિક્ષક ભરતીની ચર્ચા કરતાં તેમની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ગામડા અને ખેતરોમાં મેડ બનાવો અને આ રીતે જળ સંચય કરો. આ સાથે તેમણે આયુર્વેદનું મહત્વ સમજાવતા સ્થાનિક વનસ્પતિના માધ્યમથી આવક ઉભી કરવાનો વિકલ્પ પણ લોકો સામે રજૂ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીએ શનિવારે ’મન કી બાત’નો એક જુનો એપિસોડ શેર કર્યો હતો. આંતરાષ્ટ્રીય એન્ટી ડ્રગ ડેના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નશા મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા આહ્વાન કર હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વ્યસન અથવા નશો અંધકાર, વિનાશ તેમજ તબાહી લઈને આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular