વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ તા. 16 ડિસેમ્બરે કાનાલુસ-રાજકોટ સેકશનના વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવી રહ્યાં છે. તેઓ 16મીએ સવારે 10 વાગ્યે કાનાલુસ જંકશન આવી પહોંચશે. તેમના આ ઇન્સ્પેકશન દરમિયાન તેઓ જામનગર અને હાપા રેલવે સ્ટેશનનું પણ નિરિક્ષણ કરશે. જામનગરમાં રેલવે સ્ટેશન પર લેડીઝ ચેન્જિંગ રૂમનું ઉદ્ઘાટન કરશે. જ્યારે આરપીએફ સબ પોસ્ટના જીમ અને ગાર્ડનનું પણ ઉદ્ઘાટન કરશે. બપોરે 2 વાગ્યે તેઓ હાપા રેલવે સ્ટેશનનું પણ નિરિક્ષણ કરશે. તેમજ હાપા-જાલીયા દેવાણી વચ્ચે ટ્રેકનું સ્પીડ ટ્રાયલ પણ કરશે.