- Advertisement -
ખંભાળિયામાં સલાયા ગેઈટ વિસ્તારમાં આવેલી આશરે એક સદી જૂની અને પ્રાચીન શ્રી પુષ્કર્ણા બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે તાજેતરમાં ગાયત્રી મંદિરનો પાટોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પાટોત્સવ પ્રસંગે સવારે કેસર સ્નાન, બપોરે શૃંગાર તથા પૂજન અને ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રખર ગાયત્રી ઉપાસક મથુરભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બપોરે પ્રસાદી, સાંજે વિશેષ શૃંગાર તથા સાંજે મહા આરતી તેમજ રાત્રે ગરબા મંડળ દ્વારા માતાજીના સંગીતમય ગરબાનો કાર્યક્રમ મહાલક્ષ્મી મંડળના હિતેશભાઈ બોડા, સુનિલભાઈ બોડા, કિરીટભાઈ વિગેરે દ્વારા યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મુંબઈના પુષ્કર્ણા અગ્રણી કૌશિકભાઈ નાથાલાલ જોશી, મથુરભાઈ જોશી, હેમતભાઈ બોડા, ભાઈલાલભાઈ બોડા, સુરેશભાઈ ઢાંકી, નવનીતભાઈ બોડા, હિતેશભાઈ હર્ષ, ચેતનભાઈ જોશી, યોગેશભાઈ આચાર્ય, સુરેશભાઈ આચાર્ય, નીતિનભાઈ આચાર્ય ઉપરાંત શહેર તથા જામનગરના પુષ્કર્ણા બ્રાહ્મણ પરિવારજનો જોડાયા હતા. જેમણે આ વિશેષ ધર્મલાભ લીધો હતો.
- Advertisement -