જામનગર જિલ્લાના મોટી ખાવડીની મુખ્ય બજાર પાછળ ગેરકાયદેસર ગેસ રીફીલીંગનું કૌભાંડ ચાલતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ભરેલા બાટલા અને ખાલી બાટલા તથા રીફીલીંગ માટેની નિપલ સહિતની રૂા.15,200 ના મુદ્દામાલ સાથે શખ્સની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડીની મુખ્ય બજાર પાછળ ગેરકાયદેસર ગેસ રીફીલીંગનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે રેઈડ દરમિયાન સ્થળ પરથી રૂા.7500 ની કિંમતના રિલાયન્સ કંપનીના લાલ કલરના ગેસ ભરેલા ત્રણ બાટલાઓ અને રૂા.6000 ની કિંમતના ચાર ખાલી બાટલાઓ તથા ચાર કિલોના લાલ કલરના રૂા.1600 ની કિંમતના ગેસ ભરેલા ચાર બાટલા તેમજ ગેસ રીફીલીંગ માટેની બે નિપલો મળી કુલ રૂા.15,200 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મુકેશ ચેતન નામના શખ્સની અટકાયત કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.