Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકોરોનાના કહેર વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણીની તારીખ જાહેર

કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણીની તારીખ જાહેર

- Advertisement -

ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. જયારે મહાનગરોમાં ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. તો એક તરફ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આગામી 18 અપ્રિલના રોજ ગાંધીનગર મનપાની ચૂંટણી યોજવામાં આવશે. એક તરફ સરકાર દ્રારા કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે ભીડવાળી જગ્યાઓ પર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીને લઇને 18 એપ્રિલના રોજ મતદાન યોજવામાં આવશે. અને 20 અપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 1 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે અને 3જી એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. જ્યારે 5 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. નવા સીમાંકન બાદ પ્રથમ વાર મનપાની ચૂંટણી યોજાશે. કુલ 284 મતદાન મથકો પર મતદાન યોજાશે. અહીં મનપામાં કુલ 2,82,988 મતદાર છે. અંતે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. ત્યારે 20 અપ્રિલના રોજ ગાંધીનગરમાં કોનો વિજય થશે તે પણ સ્પષ્ટ થઇ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular