Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતલાંચ કેસમાં મોટી રકમ મળવાના મામલામાં જામનગર કરતાં ગાંધીનગર આગળ

લાંચ કેસમાં મોટી રકમ મળવાના મામલામાં જામનગર કરતાં ગાંધીનગર આગળ

મેથી મારવાની કળામાં પાવરધો ગુજરાત સરકારનો ઇજનેર લાંચ લેતાં ઝડપાઇ ગયો

- Advertisement -

સર્વશિક્ષા અભિયાન ગાંધીનગરના સ્ટેટ પ્રોજેકટ એન્જિનિયર (વર્ગ-2) નિપુણ ચોકસીને એસીબી ટીમે રૂા.1.21 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા બાદ તેમના બેન્ક લોકરોની તપાસ કરતાં બે અલગ-અલગ લોકરોમાંથી મળીને રોકડા રૂા.બે કરોડ સત્યાવીસ લાખ મળી આવ્યાં હતા. સર્વ શિક્ષા અભિયાન વિભાગમાં નોકરી કરતા નિપુણ ચોકસી વ્યવસાયે ભલે ઇજનેર હોય, તે સાહિત્યકાર પણ છે. ઉચ્ચપદનો દુરૂપયોગ કરનાર ઇજનેર નિપુણ ચોકસી દ્વારા લિખિત ‘સ્મિત અને સ્પંદન’ અને ‘મેથી મારવાની કળા’ નામક પુસ્તકોનું એપ્રિલ માસમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિમોચન કરાયું હતું.

- Advertisement -


સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાટણ જિલ્લાના સમી તાલુકાની બોયઝ હોસ્ટેલ અને શંખેશ્ર્વર તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું પેટા કોન્ટ્રાકટ તરીકે કામ પૂર્ણ થયું હતું. જેના બિલો મંજૂર કરવા માટે 1.25 ટકા લેખે લાંચની માંગણી કરાઇ હતી, જેમાં રકઝક અંતે 1 ટકા લેખે રૂા.1.21 લાખની લાંચ માંગી, સ્વીકારતા એસીબી ટીમે નિપુણ ચંદ્રવદન ચોકસીને 16 જૂલાઇએ ઝડપી લીધો હતો.


પોલીસે તેને રીમાન્ડ પર લઇ તેની મિલકતની તપાસ કરતા ગાંધીનગર નાગરિક કો.ઓ.બેંકના મીના બજાર સચિવાલય બ્રાંચના લોકરમાંથી 74.50 લાખ રોકડા મળ્યા હતાં. જયારે ગાંધીનગર કો.ઓ.બેંકની સેકટર-6 બ્રાંચના લોકરમાંથી રૂા.1,52,75,000 રોકડ મળી કુલ બે કરોડ સત્યાવીસ લાખ પચીસ હજાર કબ્જે લેવામાં આવ્યા છે.

- Advertisement -


વ્યવસાયે ઇજનેર પણ સાહિતયકાર એવા નિપુણ ચોકસીની હાસ્યરચનાઓ ગુજરાતના દીપોત્સવી અંકમાં પણ પ્રસિધ્ધ થતી રહે છે. નિપુણ ચોકસી દ્વારા લિખિત સ્મિત અને સ્પંદન અને મેથી મારવાની કળા નામક પુસ્તકોનું એપ્રિલમાં શિક્ષણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિમોચન પણ કરાયું હતું.


લોકરમાંથી ચલણી નોટોનો મોટો જથ્થો મળ્યો હતો. એસીબીના ઇતિહાસમાં 2,27,25,000 જેટલી મોટી રકમ પ્રથમવાર કબજે કરી છે. આ અગાઉ ગાંધીનગર એસીબીએ જીપીસીબી, જામનગરના પ્રાદેશિક અધિકારી ભાયાભાઇ ગીગાભાઇ સુત્રેજાના લોકરમાંથી રોકડ-દાગીના મળી રૂા.1,27,95,874ની રકમ કબજે કરી હતી. અમદાવાદ એસીબીના એક કેસમાં શ્રમ-રોજગારના ડાયરેકટર રમણલાલ ચારેલના લોકરના સર્ચમાં રૂા.37,19,000 મળી આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular