Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયજુગાર ટુરિઝમ : ગોવા, રાજસ્થાનની હોટલો બુક

જુગાર ટુરિઝમ : ગોવા, રાજસ્થાનની હોટલો બુક

- Advertisement -


સાતમ આઠમનો જુગાર તો રમવો જ પડે આવું માનવાવાળા અને કોઈપણ ભોગે જુગાર રમવા બેસી જતા સંખ્યાબંધ લોકો સલામત રીતે જુગાર રમી શકાય તે માટે ગુજરાત બહાર ચાલ્યા ગયા છે. માત્ર જુગારીઓ માટે જ સાતમ-આઠમ ઉપર જુગાર ટૂરિઝમનું આયોજન કરતાં આયોજકોએ ગોવા અને રાજસ્થાનની મોટાભાગની હોટલો સાતમ-આઠમ માટે બુક કરાવી લીધી છે. ઘણા જુગાર રસિયા તો ચારેક દિવસ પહેલાથી જ જુગાર રમવા માટે રાજસ્થાન અથવા ગોવા પહોંચી ગયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી ચોક્કસ રૂપિયાની બેંક બનાવીને જુગાર રમવા બેસવાનું નક્કી કરી જુગારીયાઓ જે-તે સ્થળે પહોંચી ગયા છે.

- Advertisement -

સાતમ આઠમનો કડક બંદોબસ્ત કરવાનો પોલીસે પ્લાન તૈયાર કરી દેતા શહેરમાં કે આજુબાજુના ફાર્મ હાઉસમાં લોકો જુગાર રમવાના બોર્ડ બેસાડવાનું જોખમ લેવા તૈયાર નથી. તેને પગલે જુગાર ટૂરિઝમના ચોક્કસ આયોજકો દ્વારા સાતમ-આઠમના સ્પેશિયલ પેકેજ જાહેર કરી દેવામાં આવ્યા છે અને તે માટેનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ જુગાર ટૂરિઝમ માટેનું બુકિંગ શરૂ થઇ જતા આયોજકો દ્વારા ગોવાની તેમજ રાજસ્થાની મોટાભાગની હોટલો સાતમ-આઠમ માટે બુક કરાવી દેવામાં આવી છે.

જુગાર રમવા માટે આખો દિવસ ક્રૂઝ બુક : જુગાર રમવાના શોખિન લોકો સ્થાનિક પોલીસથી પકડાઈ જવાના ડરથી બહાર જુગાર રમવા પહોંચી ગયા છે તેમાં ઘણા આયોજકો ધનિક જુગારીઓ માટે ગોવામાં આખું ક્રૂઝ બુક કરાવી દેતા હોય છે અને આખો દિવસ ક્રૂઝ પર તેઓ કોઈ પણ ડર વગર જુગાર રમી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે સાથે સાથે જુગાર રમવા બેઠેલા લોકોને તમામ પ્રકારની સુવિધા તેમના ટેબલ ઉપર જ પૂરી પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે.

- Advertisement -

રાજસ્થાન કે ગોવા જુગાર રમવા માટે ખાસ પહોંચી ગયેલા લોકો પોતાની આર્થિક સ્થિતિ મુજબના બોર્ડમાં જુગાર રમવા બેસતા હોય છે. હોટલમાં 100 રૂપિયાથી લઇને દસ હજાર સુધીના બોર્ડમાં લોકો જુગાર રમવા બેસતા હોય છે.

દસેક વર્ષ પહેલા અમદાવાદના એક કુખ્યાત પોલીસવાળાએ આયોજન કરેલી જુગાર ટૂરિઝમની ટૂર પર દરોડા પડતા જુગાર ટૂરિઝમની વાત બહાર આવી હતી. છેલ્લા લગભગ દસેક વર્ષથી અમદાવાદ રાજકોટ અને સુરતના જુગાર ખેલીઓ સાતમ આઠમની રજામાં ફરવાની સાથે પકડાઈ જવાના ડર વગર જુગાર પણ રમી શકાય તે માટે ચોક્કસ ઓપરેટરો આયોજન કરતા હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular