જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના વિશાલ હોટલ નજીક આવેલ સિધ્ધનાથ સોસાયટીમાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન સંચાલક રાજેશ બિપીનચંદ્ર જોશી, ધવલ અશોક ગુઢકા, પ્રેમ શ્યામજી ચાવડા, જયરાજસિંહ વનરાજસિંહ ગોહિલ, ભરતસિંહ ખેંગારજી જાડેજા, રાજેશ દલપત ખંઢેરા અને એક મહિલા સહિત સાત શખ્સોને રૂા.10230 ની રોકડ રકમ અને રૂા.30000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન તથા રૂા.1,30,000 ની કિંમતના ત્રણ નંગ બાઈક સહિત કુલ રૂા.1,70,230 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ મધુરમ સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ત્રણ મહિલા અને રાહુલ ઉર્ફે રોશની દે કરશન ધુધલ નામનો કીનર અને ભીમભાઈ રાયશીભાઈ બડિયાવદરા સહિતના છ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.25,500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પોલા પુંજા સાદીયા, હનિફ હાજી કાટલિયા, અબ્બાસ હાજી કાટલિયા, રાજા ખીમજી પરમાર, ભગવાનજી ભરત ચુડાસમા સહિતના પાંચ શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.11560 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરના ધરારનગર-1 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રાજેશ જીવા વાઘેલા, ગોવિંદ રવજી સોલંકી, મુકેશ રૂડા રાખસીયા, દિપક કિશોર રાખસીયા, અશોક ગોવિંદ બગડા, પ્રેમજી હરજી રાઠોડ, સલીમ યુસુફ જોખીયા, દિનેશ રમેશ મુછડિયા, સમીર ઉર્ફે મલો રજાક અંસારી ગરાણા સહિતના નવ શખ્સોને રૂા.11700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
પાંચમો દરોડો, કાલાવડ ગામમાં આવેલા આંબેડકરનગરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા પ્રફુલ્લ ઉગા સોંદરવા, દુશ્યંત ગોપાલ શેખા, શેરખાન ઈસ્માઇલખાન લોદી, સાહીલ સુખદેવ સોલંકી અને બે મહિલા સહિત છ શખ્સોને કાલાવડ પોલીસે રૂા.10,150 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
છઠો દરોડો, જામજોધપુર તાલુકાના સીદસર ગામમાંથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી ચાર મહિલાઓ પાસેથી રૂા.1125 ની રોકડ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાતમો દરોડો, જામજોધપુરના સીદસર ગામમાં ભીમરાવ સોસાયટીમાંથી તીનપતિનો જૂગાર રમતા લલિત હીરા લીંબોલા, હરેશ દિનેશ વઘેરા અને બે મહિલા સહિત ચાર શખ્સોને રૂા.1120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.