જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પરથી સિટી એ પોલીસે એક શખ્સને વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર ધન અપૂર્વ રેસીડેન્સીના ગેઈટ પાસે એક શખ્સ વર્લી મટકાનો જૂગાર રમતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે રેઈડ દરમિયાન સુરેશ વલ્લભદાસ બુધ્ધદેવ નામના શખ્સને રૂા.5400 ની રોકડ રકમ, રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન તથા વર્લીમટકાનું સાહિત્ય સહિત કુલ રૂા.10400 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.