મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડયો વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા જંબુસર વચ્ચે આવેલો બ્રિજ તૂટી પડયો છે.
આજે વહેલીસવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો વર્ષો જૂનો ગંભીરા બ્રિજ છે જેના પરથી ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનોની અવર-જવર થાય છે હજારોની સંખ્યામાં લોકોની આ બ્રિજ પરથી અવરજવર થાય છે તે તૂટી પડયો ત્યારે પાંચ જેટલા વાહનો નદીમાં ખાબકયાના સમાચારો સામે આવ્યા છે મોટા પ્રમાણમાં જાનહાની થઈ હોવાની શકયતાઓ દર્શાવાઈ રહી છે આ તકે વડોદરા તંત્ર બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આ મામલે કલેકટરે જાણકારી આપી હતી. બ્રિજ ધરાશાયી થવાના પગલે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઇ હતી. જેના પગલે તંત્ર એ તાત્કાલિક ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટેની કામગીરી પણ હાથ ધરવાની સ્થિતિ સામે આવી હતી. અચાનક બ્રિજ તૂટી પડતા આશરે પાંચ જેટલા વાહનો નદીમાં ખાબકયા છે. જ્યારે એક ટ્રક પણ લટકતી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. જ્યારે પાણીમાં પડેલા વાહનોમાંથી લોકોને બચાવવાની કામગીરી પણ તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.
મહિસાગર નદી પર આવેલા આ બ્રિજનું નિર્માણ કાર્ય 1985 માં પૂર્ણ થયું હતું. ત્યારે બ્રિજ ધરાશાયી થતા જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ બ્રિજની હાલત જર્જરીત થઈ ગઇ હોવા છતાં કોઇ ગંભીરતા ન દાખવતા આજે અકસ્માત જોવો પડે છે. ત્યારે ઘટનાસ્થળેથી સામે આવેલા દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, સ્થાનિકોએ ફાયર બ્રિગેડની ટીમ પણ બચાવ કામગીરી માટે આવી પહોંચી હતી અને પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અધિકારીઓ અને રેસ્કયુ ટીમો સતત ખડેપગે રહીને બચાવ કામગીરીમાં જોડાયા છે. જેમાં બે ના મૃત્યુ અને આઠને રેસ્કયૂ કરાયાની પ્રાથમિક માહિતી મળેલી છે.


