કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા લખમણભાઈ પમાભાઈ નકુમ નામના 62 વર્ષના વૃદ્ધ દલવાડી વૃદ્ધને આ જ વિસ્તારમાં રહેતા નરશીભાઈ જેઠાભાઈ નકુમ, દેવજીભાઈ જેઠાભાઈ નકુમ તથા આ બંને શખ્સોના પત્નીએ બિભત્સ ગાળો કાઢી, લાકડી તથા કુહાડાના ઘા મારીને તથા પથ્થરના ઘા ઝીંકી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી લખમણભાઈનો ચાલવાનો રસ્તો આરોપી નરસીભાઈ તથા દેવજીભાઈના ખેતરમાંથી હોય, આરોપીઓએ આ રસ્તે ચાલવાની ના કહેતા આના અનુસંધાને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે બે મહિલાઓ સહિત ચારેય સામે આઈપીસી કલમ 323, 324, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.