ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલમાં સગર્ભા માતાઓ તથા ઓછી ઈમ્યુનીટી ધરાવતા/હાયરિસ્ક બાળકોના વાલીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટે રસીકરણ બુથનો કલેક્ટર સૌરભ પારધીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. કલેક્ટરએ સગર્ભા માતાઓને કોઈપણ ભય વગર સરકારની ગાઈડલાઈન મુજબ કોવીડ-19 પ્રતિરોધક રસી લઈ આ મહામારીથી સ્વયંને અને પોતાના શિશુને સુરક્ષિત રાખવા માટેના આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. આ તકે, સંસ્થાના ડીન નંદિની દેસાઈ, તબીબી અધિક્ષક દિપક તિવારી, અધિક ડીન એસ.એસ.ચેટરજી તથા વિવિધ વિભાગના વડા/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.