Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફસાયેલા ત્રણ દર્દીનું રેસ્ક્યૂ

જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફસાયેલા ત્રણ દર્દીનું રેસ્ક્યૂ

- Advertisement -

ફાયર વિભાગની ટીમ દોડી ગઇ : સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર કરાતાં રાહતનો શ્ર્વાસ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં આજે સવારે કોવિડ વોર્ડની ઇમારતમાં આગ લાગતાં ત્રણ દર્દીઓ આગમાં ફસાયા હતાં. જેને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા હતાં. આ બનાવના પગલે દર્દીઓ અને પીરવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. જો કે, આ બનાવ બાદ આ સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવતાં દર્દીઓના પરિવારજનોએ હાંશકારો અનુભવ્યો હતો.

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલ કોવિડ વોર્ડની ઇમારતમાં આજે સવારે આગ લાગ્યાના સમાચારથી દર્દીઓની સાથે તેમના પરિવારજનો તેમજ હોસ્પિટલના અધિકારીઓ તથા ફાયર વિભાગમાં ચિંતાનો માહોલ છવાયો હતો. આ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે જી.જી. હોસ્પિટલ દોડી ગઇ હતી અને આગને કાબુમાં લીધી હતી. તેમજ આગમાં ફસાયેલ ત્રણ દર્દીઓને સલામતરૂપે બહાર કાઢયા હતાં. જો કે, આ સમગ્ર ઘટનાથી તંત્ર દ્વારા મોકડ્રીલ જાહેર કરવામાં આવતાં જી.જી. હોસ્પિટલના સ્ટાફ, દર્દીઓ અને તેમના પરિવારજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular