Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ યુવતીનો આપઘાતનો પ્રયાસ

જી. જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ યુવતીનો આપઘાતનો પ્રયાસ

જામનગરની જી. જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે કાર્યરત યુવતીએ ગઇકાલે અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

- Advertisement -

બનાવની વિગત મજબ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતી રીના (ઉ.વ.22) નામની યુવતીએ ગઇકાલે સાંજના સમયે અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીને સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી કયા કારણોસર યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગેની તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી આપઘાતના પ્રયાસનું કારણ જાણવા મળ્યું નથી. યુવતી દ્વારા આપઘાતના પ્રયાસથી તબીબવર્તુળમાં ભારે ચકચાર જાગી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular