Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલના કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓનું શોષણ

જી.જી. હોસ્પિટલના કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓનું શોષણ

કર્મચારીઓને હાજરી પુરવા દેવામાં આવતી નથી : સમયસર નથી ચૂકવાતો પગાર : આમ આદમી પાર્ટીએ ડીનને કરી રજૂઆત

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોન્ટ્રાકટર એન.જે. સોલંકી દ્વારા કરવામાં આવતાં કર્મચારીઓને શોષણ અંગે ડીનને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓની નિયમિત હાજરી પુરવામાં આવતી ન હોવાની તથા સમયસર પગાર ચૂકવવામાં આવતો ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

- Advertisement -

આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ મયૂર ચાવડા તથા કાર્યકરો દ્વારા મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવી કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, જી.જી. હોસ્પિટલમાં કોવિડ પેસેન્ટની દેખરેખ માટે એન.જે. સોલંકી નામના કોન્ટ્રાકટર દ્વારા એટેન્ડેન્ટની ભરતી કરવામાં આવી છે.

- Advertisement -

કોન્ટ્રાકટર દ્વારા ભરતી કરાયેલા કર્મચારીઓને હાજરી પત્રકમાં સહી કરવામાં દેવામાં આવતી નથી. તેમજ સમયસર પગાર પણ ચૂકવવામાં આવતો નથી. ઉપરાંત સરકાર દ્વારા જે પગાર નક્કી કરવામાં આવ્યો છે તે પ્રમાણે કર્મચારીઓને પગાર પણ ચૂકવવામાં આવતો ન આવવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ અને કર્મચારીઓના શોષણ અંગે તપાસ કરી તાકિદે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular