કોરોનાને કારણે જામનગરની જી.જી. હોસ્પિટલની અન્ય ઓપીડીની અસ્તવ્યસ્ત થઇ ગયેલી વ્યવસ્થા ફરીથી પાટે ચડાવવા તેમજ અન્ય બિમારીઓ માટેની જરૂરી સારવાર અને દવાઓનો જથ્થો ઉપલબધ કરાવવા જામનગર શહેર કોંગ્રેસ તેમજ કોંગ્રેસના ઓબીસી સેલ દ્વારા રાજયના મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રીની રજૂઆત કરવામાં આવી છે. સુવિધાઓના અભાવે દર્દીઓને ભારે હાલાકી પડી રહી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. દર્દીઓની સુવિધાઓમાં જ તાકિદે સુધારો કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી આપવામાં આવી છે.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તથા ઓબીસી સેલના પ્રમુખ કલ્પેશ હડિયલે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રની પહેલા નંબરની જામનગરની જી.જી. હોસ્પીટલ ખુદ જ માંગદીના બીછાને મેનેજમેન્ટના વાકે પડી છે મુખ્યમંત્રીને લેખીત ચિમકી સૌરાષ્ટ્રની પહેલા નંબરની જામનગરની જી.જી. હોસ્પીટલમાં માત્રને માત્ર 3-4 મહિના ઓ.પી.ડી., બી.પી., ડાયાબીટીસ, એન્ટી બાયોટીક, શરદી, ઉઘરસ, મગજની ખેચ, દૃખાવાની દવા, તંમજ વિટામીન અને કફ સીરફ સ્ટોક હોસ્પીટલમાં નથી. આવી મોટી હોસ્પીટલ જેને કોવિડમાં પહેલા નંબરની દર્દીઓને સારવાર કરવામાં આવેલ છે. તે પણ જામનગરની જી.જી. હોસ્પીટલની ગૌરવની વાત કહેવાય પણ મેનેજમેન્ટ અને બીનઅનુભવી સ્ટાફના હિસાબે હાલ જોય તો હોસ્પીટલમાં સામાન્ય ને સામાન્ય રોગો ની દવા છેલ્લા 3-4 મહિના ઓથી ખલાસ થઈ ગયેલ છે. આ સૌરાષ્ટ્રની નંબર વન હોસ્પીટલમાં ગરીબ લોકો દવા લેવા આવતા હોય છે. જે લોકો પોતાના પરિવારના સભ્ય ને બચાવવા ના છૂટકે સરકારી હોસ્પીટલનો સહારો લેવો પડે છે. હાલ ભારત અને વિશ્વમાં કોરોના મહામારીના ભંયકર રોગથી લોકો ત્રાહિમામ્ થઈ ગયા છે.
લોકડાઉનના હિસાબે ધંધા રોજગાર સા પડી ભાગીયા છે પેટે પાટા બાધીને પણ પોતાના ઘરનું ગુજરાત ચલાવતા હોય છે. કોરોના કાળમાં લોકો આર્થિક- માનસીક થી પડી ભાગ્યા છે. જેના હિસાબે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. જયારે હોસ્પીટલમાં કાયમી સ્ટાફ નથી, સફાઈ કામદાર, માંડીથી ડોક્ટર સુધી કવાંય પુરતો જ સ્ટાફ નથી અને જે સ્ટાફ છે તે બીન અનુભવી કોન્ટ્રાક બેઝ ઉપર છે. 2000 બેડ થી વધારે બેડસ ક્ષમતા ધરાવતી હોસ્પીટલમાં માત્ર ને માત્ર 3 થી 4 કાયમી ફાર્માસીસ્ટ છે. જયારે મેનેજમેન્ટ અને કોન્ટ્રાકટ, સ્ટાફ ઉપર સમતા કરવા વધારે કામગીરી અને બોજના ભાગરૂપે હોસ્પીટલમાં મેનેજમેન્ટ સાવ ખાડે ગયુ છેં. આ હોસ્પીટલમાં સફાઈ કામદારોથી લઈ વર્ગ-1,2,3,4 ઓની કોન્ટ્રાકટ બેઈઝ ભરતી બંધ કરી અને સરકારના નિતિ નિયમ મુજબ કાયમી ભરતી કરવા રજુઆત કરવામાં આવેલ છે. આવી હોસ્પીટલમાં એમલોડીપીન, ઈ.એલ.ફાઈવ, ટેલમીસાટન, લોશઝરટન, જેવી સામાન્ય બી.પી. દવા છેલ્લા 3-4 મહિનાથી ખલાસ છે.
ગ્લીમીપ્રાઈડ, બીટાનેમ, જેવી ડાયાબીટીસની દવા ખલાસ છે. શરદી, ઉઘરસ, એઝીશ્રોમાઈસીન, એવીલ, ડોકથીસાઈકલીન, અને કફ સીરફ પણ ખલાસ છે, ખેચ, આંચકી, કારરબાપાઝાઈન, લોરાઝાપાઈમ, કલોરાઝાપાઈમ જેવી દવા પણ ખલાસ છે, સાઈકેટીમ, રેસપેરીડોન, ઓલાનઝાપાઈન જેવી સામાન્ય દવા છેલ્લા 3-4 મહિનાથી ખલાસ છે. આ સૌરાષ્ટ્રની નંબર વન હોસ્પિટલમાં ગુજરાતના મુખ્યમંત્રી માટે શરમજનક કહેવાય. જયાં આજુબાજુના તમામ જીલ્લાઓમાંથી હજારો લોકો આ મોટી હોસ્પીટલની આશા રાખીને દવા લેવા આવતા હોય છે. જયારે આવા કપળા સમયમાં 400-500 ફૂ. ટીકીટ ભાડા ખર્ચની લોકોની જીવન જરૂરીયાત દવામાં સૌરાષ્ટ્રની બહારના જીલ્લામાંથી લોકો આવતા હોય છે. જયાં અહિ દવા. લેવા જાય ત્યારે ઘર માં જો ઘકકો ખાય અને ગરીબ અને મજુરી વર્ગ નાસીપાસ થઈ જાય છે અને ના ભરવાના પગલા ભરે અને લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. આવી મોટી હોસ્પીટલ દવાના અભાવથી ગરીબ અને મજુર વર્ગને ઉછી ઉધાર કરી અને વ્યાજ પૈસા લઈ અને ગરીબ દર્દીમાં ખાનગી હોસ્પીટલમાં પાયે ફરજીયાત જવુ પડે છે.
જી.જી. હોસ્પિટલમાં નિયમિત ઓપીડી તાકિદે પાટે ચડાવવા માંગણી
હોસ્પિટલમાં દવા અને સ્ટાફનો અભાવ: શહેર કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને કરવામાં આવી રજૂઆત